પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-12-2016, નાગપુર
છેલ્લા સોળ દિવસથી સ્વામીશ્રી રોજ ડિજિટલ સ્લેટ પર હસ્તાક્ષર પાડીને બ્રહ્મવિદ્યાના અમૂલ્ય પાઠ શિખવાડી રહેલા. આ સ્મૃતિને કચકડે મઢવાની ઇચ્છા સૌને હતી. તેથી આજે અલ્પાહાર પૂર્વે સ્વામીશ્રી ડિજિટલ સ્લેટ પર લખતા હોય તેવી એક છબિ લેવા માટે સ્વામીશ્રીને ખાલી સ્લેટ અને પેન્સિલ પકડી રાખવા આપવામાં આવ્યા. પણ સ્વામીશ્રીને અમથું અને ખોટું કદી ફાવે ?! તેઓને અંતરથી ઉમળકો આવી ગયો અને તેઓએ લખી દીધું કે ‘દિવ્ય, દિવ્ય, બધું જ દિવ્ય છે.’
બ્રહ્મવિદ્યાના આ ‘બોનસ’ પાઠથી આજે વિદાય લેતું વર્ષ ધન્ય બની ગયું.
Vachanamrut Gems
Loyã-7:
Gnan Which Leads to Ultimate Liberation
"… Such a devotee with gnãn faithfully serves the manifest form of God - who eternally has a form - realising Him as transcending Prakruti-Purush and Akshar, and as being the cause and supporter of all. Such understanding constitutes gnãn, and such gnãn leads to ultimate liberation…"
[Loyã-7]