પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-8-2010
કલાલીવાળા મહીજીકાકાના સુપુત્રનો ફોન આવ્યો. ધીરેન્દ્રભાઈએ સ્વામીશ્રીને વાત કરતાં કહ્યું : ‘મહીજીકાકાને 100મું વર્ષ બેઠું છે, પણ છેલ્લા ચાર-પાંચ દિવસથી હૉસ્પિટલમાં કોમામાં છે.’
સ્વામીશ્રી કહે : ‘તમે તમારા બાપુજીને જય સ્વામિનારાયણ કહેજો.’
ધીરેન્દ્રભાઈ કહે : ‘એ તો કોમામાં છે, કઈ રીતે સાંભળશે ?’
સ્વામીશ્રી કહે : ‘કાનમાં સ્વામિનારાયણ મંત્ર બોલજો, સંભળાઈ જશે.’
સત્પુરુષ સભાન કે અભાન કોઈપણ અવસ્થામાં પોતાના આશીર્વાદ પહોંચાડી શકે એવા સમર્થ છે.
Vachanamrut Gems
Gadhadã II-59.2:
Attaining God or His Sant is Ultimate Liberation
“… So, when one attains God or His Sant, then, apart from this, there is no other liberation for the jiva; this itself is ultimate liberation.”
[Gadhadã II-59.2]