પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
રોજની જેમ 11:00 વાગે સ્વામીશ્રી સ્વિમિંગપૂલની ફરતે વિહાર કરવા પધાર્યા અને થોડી વાર આંબા નીચે વિશ્રમ કરવા માટે ખુરશી ઉપર વિરાજ્યા. એ દરમ્યાન જામનગરના પ્રખ્યાત આૅર્થોપેડિક સર્જન ડૉ. વી. એમ. શાહ દર્શન માટે આવ્યા. યોગાનુયોગ આજે આ રિસોર્ટમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરોની એક કૉન્ફરન્સ હતી. એ કૉન્ફરન્સમાં આમંત્રિત મહેમાનરૂપે તેઓ અહીં આવ્યા હતા. તેઓને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ અહીં વિરાજે છે, એટલે ખાસ દર્શન કરવા આવ્યા.
સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ સામે બેઠેલા વિવેકસાગર સ્વામી તથા આત્મસ્વરૂપ સ્વામીએ તેમને દિલ્હીના અક્ષરધામ પરિસરની કેટલીક વિશેષતાઓની વાત કરી. મુખ્યત્વે સ્વામીશ્રી અદ્ભુત સર્જન તો કરે જ છે, પણ સાથે સાથે એ સંકુલ કાયમ સ્વચ્છ રહે એ માટે સ્વામીશ્રી ખૂબ ચોકસાઈ પણ રખાવે છે... વગેરે વાતો થઈ.
સ્વામીશ્રી થોડી વાર પછી પુનઃ વિહાર કરવા માટે ઊભા થયા. સ્વિમિંગપૂલ ફરતે એક રાઉન્ડ પૂરો કરીને સ્વામીશ્રી ડૉ. વી. એમ. શાહ જ્યાં બેઠા હતા એ જગ્યાએ જ પાછા આવ્યા. ચાલતાં ચાલતાં જ સ્વામીશ્રી તેઓને કહે : ‘સાહેબ ! અહીંની સ્વચ્છતા પણ જોવા જેવી છે. બધી જ જગ્યાએ ખૂણે ખૂણે ખૂબ સ્વચ્છતા રાખી છે.’
અન્ય સંતો જ્યારે સ્વામીશ્રીના ગુણગાન ગાઈ રહ્યા હતા ત્યારે સ્વામીશ્રી બીજાના ગુણ ગાતા હતા. બીજાના ગુણને બિરદાવવા એ સ્વામીશ્રીની સહજ પ્રકૃતિ છે.
Vachanamrut Gems
Panchãlã-7:
An Obstacle to Attaining Liberation
"… On the other hand, one who has doubts in realising God in this way, even if he is a staunch, urdhvaretã brahmachãri and a great renunciant, attaining liberation would still be extremely difficult for him."
[Panchãlã-7]