પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-1-2010, મધુભાન રિસોર્ટ
પૂજા કર્યા પછી સ્વામીશ્રી ઉતારે પધાર્યા ત્યારે ગઈકાલની જેમ જ આજે પણ પ્રયાસવીનભાઈ સાથે સ્વામીશ્રીએ પાંચ-દસ મિનિટ વાતો કરીને સુખ આપ્યું. વાર્તાલાપ દરમ્યાન સ્વામીશ્રી કહે : ‘સૌની સાથે સંબંધો એ બહુ મોટી વાત છે. નાના માણસો સાથેનો સંબંધ વધારે અગત્યનો છે.’
પ્રયાસવીનભાઈ કહે : ‘મારા પિતાશ્રી કહેતા, એમ મને પણ મનમાં એમ રહે છે કે આપણે તો કમાયા ઘણું છીએ, પણ આપણા કર્મચારીઓ પણ કમાય અને ભારત દેશ પણ આગળ આવે એવું કરવું છે.’
સ્વામીશ્રી કહે : ‘હું એકલો જ બધું પોતાનું કરી લઉં, એવું નથી એ બહુ સારી ભાવના છે.’
Vachanamrut Gems
Loyã-17:
Who will Definitely Fall from Satsang
"… In the same manner, he who identifies his self with the body will definitely bear contempt for the sãdhu and will eventually fall from Satsang…"
[Loyã-17]