પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-12-2016, ધુલિયા
આજે સ્વામીશ્રી સભામાંથી વિદાય લઈ ઉતારામાં પ્રવેશ કરતા હતા ત્યારે અક્ષર નામનો બાળક અમેરિકન ગુજરાતીમાં કડી બોલ્યો કે -
‘गुरु गोविंद दोनु खडे़, किसको लागु पाय।
बलिहारी गुरुदेव की, जिन्हें गोविंद दियो बताय॥’
આમ કહી તેણે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે ‘આવા ગુરુ કોણ ?’
‘પ્રમુખસ્વામી મહારાજ.’ સ્વામીશ્રીએ ક્ષણનાય વિલંબ વિના જવાબ આપ્યો. તેઓ ગુરુનો મહિમા ગાવાની એક પણ તક છોડતા નથી.