પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-8-2010
ભોજન દરમ્યાન આણંદ મંદિરના સંતોએ દર્શનનો લાભ લીધો. ભોજન પછી જ્યારે સૌ ઊભા થયા અને સ્વામીશ્રીને પગે લાગીને વિદાય થયા એ વખતે પૂર્ણ-સ્વરૂપ સ્વામીને બોલાવીને સંતો કહે : ‘આ પૂર્ણસ્વરૂપ સ્વામી જૂના જૂના કુટુંબના હરિભક્તો છે, એ બધાનું ખૂબ ધ્યાન રાખે છે. મંદિરે બોલાવે, આરતીમાં-સભામાં આવે એ માટે ખટકો રાખીને બોલાવે છે. સરભરા સારી કરે છે. સૌને મંદિરે આવતા કરી દીધા છે.’
તેઓના આ અંગથી સ્વામીશ્રી રાજી થયા અને કહે : ‘નવા આવે, પણ જૂના જતા રહે છે. એટલે એ બધાને ખાસ બોલાવવા.’
આમ, કહીને આણંદમાં રહેતા શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભક્તોનાં કુટુંબોને યાદ કરતા ગયા. લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આ સ્મૃતિ સ્વામીશ્રીએ કરી.
Vachanamrut Gems
Gadhadã II-50.6:
My Personal Principle
“Furthermore, I do not wish to leave any trace of the world in the hearts of whosoever keeps My company. Why? Because I get along only with those whose resolve is similar to Mine. But if one has desires for worldly pleasures, then even if I try to develop affection for that person, I cannot do so. Thus, only those devotees of God who are free of worldly desires are dear to Me. What I have just told you is My personal principle.”
[Gadhadã II-50.6]