પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-1-2010, મધુભાન રિસોર્ટ
સાંજે સ્વામીશ્રી પત્રો વાંચી રહ્યા હતા. ત્યાં સમાચાર આવ્યા મૂળ ઠાસરાના સંનિષ્ઠ હરિભક્ત ડૉ. મધુભાઈ દેસાઈ અક્ષરનિવાસી થયા છે. સ્વામીશ્રીએ ફોન જોડાવ્યો અને મધુભાઈના પુત્ર કિશોરભાઈ અને પૌત્ર હેતલભાઈ દેસાઈ સાથે વાત કરતાં કહ્યું કે ‘મધુભાઈએ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો ખૂબ લાભ લીધો છે અને ખૂબ સેવા કરી છે, એટલે તેઓ ધામમાં જ બેસી ગયા છે. આશીર્વાદ છે.’
બે દિવસ પહેલાં જ્યારે તેઓ સંપૂર્ણ પથારીવશ હતા, ત્યારે વડોદરામાં રહેતા તેઓના સુપુત્ર ધવલભાઈ સાથે ફોનમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે ‘હવે મહારાજ ધામમાં લઈ જશે.’ ત્યારે તેઓના પરિવારજનોને પ્રતીતિ આવી ગઈ કે ‘હવે બાપુજી ધામમાં જ બેસવાના છે.’ અને ડૉ. મધુભાઈએ પણ તેઓના પુત્રને કહ્યું કે ‘હવે હું ધામમાં જઈશ, માટે કોઈ શોક કરશો નહીં. મારી પાછળ સાકર વહેંચજો. મારા દેહની અંતિમ ક્રિયા કરો ત્યારે ઢોલ વગાડજો અને અબીર-ગુલાલ ઉડાડજો.’ અને એ જ રીતે સમગ્ર પરિવારે સ્વામીશ્રીના વચનની સંપૂર્ણ પ્રતીતિ સાથે નિષ્ઠાપૂર્વક અગ્નિસંસ્કાર પહેલાં સ્મશાન-યાત્રામાં સાકર વહેંચાવી અને અબીર-ગુલાલ ઉડાડીને ઢોલ વગડાવ્યા. સ્વામીશ્રીને આ સમાચાર પ્રાપ્ત થયા ત્યારે સ્વામીશ્રી પણ રાજી થયા.
Vachanamrut Gems
Panchãlã-3:
Intelligence Without Introspecting on One's Flaws
"… On the other hand, someone may appear to be very intelligent, but if he does not introspect over his own flaws, then his intelligence should be known to be merely worldly…"
[Panchãlã-3]