પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સાંજે જ પ્રયાસવીનભાઈએ સ્વામીશ્રીને વિનંતી કરતાં કહ્યું હતું કે ‘હું કેટલાંય વરસોથી જોઉં છું કે આપ આખી દુનિયાના ભલા માટે ખૂબ જ ફિકર કરો છો અને એટલે જ અમને એમ થાય છે કે અહીં આવીને આરામ કરો.’
વળી, રાત્રે આરામમાં જવા માટે સ્વામીશ્રી પલંગ ઉપર વિરાજ્યા ત્યારે ભગવતચરણ સ્વામીએ પણ કહ્યું : ‘શાંતિથી ઊઠજો, કોઈ ઉતાવળ કરશો નહિ. અહીં આપને રોક્યા એ દરમ્યાન મિટિંગો પણ ગોઠવી નથી. એટલે શાંતિથી ઊઠજો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘સાધુના ધરમમાં આવું લખ્યું છે ? સાધુએ તો સવારે વહેલા ઊઠવું, મંગળામાં જવું, એ રીત રાખવાની હોય. એટલે તમારે આવો ઉપદેશ જ ન આપવો. મને પણ નહિ ને બીજાને પણ નહિ, નહિ તો બધા આળસુ થઈ જાય.’
સ્વામીશ્રી હંમેશાં જાણપણારૂપ દરવાજે રહે છે અને આપણને પણ શિખવાડે છે.
Vachanamrut Gems
Loyã-17:
Realising the Greatness of the Sant by That of God
"In addition to realising the greatness of God, such a person also deeply realises the greatness of the Sant who worships God. He feels, 'This Sant is truly great because he is a true devotee of the manifest form of God.' …"
[Loyã-17]