પ્રેરણા પરિમલ
બાળપણને મળે છે ઉમદા ઉપદેશ
બહેરીનથી યોગિન ભટ્ટ નામનો સાત-આઠ વર્ષનો બાળક પ્રમુખસ્વામી મહારાજના દર્શને આવ્યો હતો. સ્વામીશ્રી સાથે આત્મીયતા ધરાવતા આ બાળકે સ્વામીશ્રી સમક્ષ ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્રમાં આવતા હોથિયા પટગર નામના હરિભક્તના ગુસ્સાની વાત કરી.
સ્વામીશ્રીએ એની આખી વાત સાંભળી લીધા પછી ધીમે રહીને કહ્યું, 'તું ક્રોધ કરે છે ?'
'ના.' યોગિને ના પાડી. એટલે વર્ષ પહેલાનો પ્રસંગ સંભારતાં સ્વામીશ્રીએ કહ્યું, 'પહેલાં અહીં હતો ત્યારે તેં ગુસ્સો કર્યો હતો ને?!' સ્વામીશ્રીને યોગિને કરેલો ગુસ્સો યાદ હતો! યોગિન ચકિત થઈ ગયો! પછી સ્વામીશ્રીએ શીખ આપતાં વહાલથી કહ્યું: 'આવો ક્રોધ કોઈના ઉપર ન કરવો. ઘરમાં નહીં, બહારમાં પણ નહીં, સત્સંગમાં પણનહીં અને માતા-પિતા સામે પણ નહીં. હવે નિશાળમાં કે ઘરમાં ક્રોધ કરે છે ?'
યોગિન કહે :'હવે કોઈની સાથે નહીં.'
'તો બરાબર છે. એ રીતે રહેજે.' સ્વામીશ્રીએ નાના બાળકને પણ ક્રોધથી મુક્ત થવાની પ્રેરણા આપી. (તા. ૧૯-૦૭-૨૦૦૬, બોચાસણ)
Vachanamrut Gems
Gadhadã II-16:
Observing Niyams are the Only Means to Overcoming Desires
“… Therefore, the only means to overcome the desires for the panchvishays is to follow the niyams prescribed by God…"
[Gadhadã II-16]