પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2016, સેલવાસ
આ અરસામાં ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતોનો આબાલવૃદ્ધ સૌ સારી રીતે લાભ લઈ શકે તથા તેના શબ્દેશબ્દનો તલસ્પર્શી અભ્યાસ કરી શકે તેવા ઉદાત્ત હેતુથી, સંસ્થા દ્વારા ‘વચનામૃત એપ્લિકેશન’નો પ્રૉજેકટ હાથ ધરાયો હતો. તેના અંતિમ ચરણરૂપે આ પ્રકલ્પમાં શામેલ 11 જેટલા સંતો કેટલુંક માર્ગદર્શન લેવા સ્વામીશ્રી પાસે આવ્યા હતા.
તેઓ સાથેના વાર્તાલાપમાં પોતાની રુચિ દર્શાવતાં સ્વામીશ્રી બે-ત્રણ વાર બોલ્યા કે ‘અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ માયા પર છે. આ વાત વારે વારે મૂકી જ દેવી.’
સ્વામીશ્રીને આ જ્ઞાનગોષ્ઠિમાં ખૂબ રસ પડેલો. તેથી તે પૂરી કરવાનો વખત આવ્યો ત્યારે બોલ્યા : ‘પૂરું કરવાની ઇચ્છા જ થતી નથી. રાતોની રાતો આને સાંભળ્યા કરીએ એવું થાય છે.’
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ‘અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી...’ શ્રીજીની આ પ્રકૃતિનું પ્રતિબિંબ સ્વામીશ્રીમાં પણ ઝિલાયેલું જોવા મળે છે.
Vachanamrut Gems
Kãriyãni-9:
Realising the Greatness of Devotees of God
"… In fact, one who realises the greatness of God looks upon even animals, trees, shrubs, etc., which have come into contact with God as equivalent to demigods. If that is so, what can be said of those people who are engaged in the bhakti of God, abiding by religious vows, and chanting the name of God? He would certainly look upon them as equivalent to demigods and would not think ill of them."
[Kãriyãni-9]