પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-7-2010, દિલ્હી
અમેરિકન એમ્બેસીના કોન્સલ જનરલ શ્રી જીમ દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીને તેઓ કહે : ‘મને અને મારા પરિવારને આજે અક્ષરધામનાં દર્શન થયાં એ બદલ હું આપનો આભાર માનું છું. અક્ષરધામનો જે સંદેશ છે કે પોતે જ નિર્ભય રહીને કઈ રીતે જીવન જીવવું અને મૂલ્યોને જીવનમાં રાખીને કઈ રીતે રહેવું, એ મને બહુ સ્પર્શી ગયો છે. અહીં જે કામ થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે ખૂબ જરૂરી છે. આપની જે ભાવના છે એ વૈશ્વિક છે. આપે બધાને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. વિશ્વને આપના સંદેશની ખૂબ જરૂર છે. હું તો માનું છું કે બધાએ અહીં આવવું જોઈએ. બીજાની સંભાળ રાખવી, બીજાને પ્રેમ આપવો, એવો આપે સંદેશ આપ્યો છે. આ સંદેશ હું મારી સાથેના માણસો સાથેના વ્યવહારમાં અમલમાં ઉતારીશ.’
સ્વામીશ્રી કહે : ‘તમે બધું જોયું છે એનાથી આપને પ્રેરણા મળશે. વળી, ભગવાનનાં દર્શન થયાં છે એટલે વધારે પ્રેરણા મળશે.’
શ્રી જીમ કહે : ‘લોકોમાં આનંદ લાવવો એ મને ગમે છે. એટલે આશીર્વાદ આપો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘Blessing you.’
છેલ્લે સ્વામીશ્રીએ તેઓને માળા આપી અને તેઓના કપાળમાં ચાંદલો કરતાં કહે : ‘टीका कर दिया, आप स्वामिनारायण हो गये।’
તેઓ વાતવાતમાં ખૂબ ખડખડાટ હસતા હતા. આ જોઈને સ્વામીશ્રીએ તેઓને યોગીજી મહારાજનો ફોટો બતાવીને કહ્યું : ‘યોગીજી મહારાજ પણ તમારી જેમ ખૂબ હસતા, અખંડ આનંદમાં રહેતા.’
કોઈની ક્રિયામાં પોતાના ગુરુને જોવા એ પણ પરમ પ્રેમરૂપા ભક્તિ જ છે ને !
Vachanamrut Gems
Gadhadã II-26:
Perceiving Flaws in Others Hindrance Guaranteed
“Moreover, no matter how great he may be, if a person perceives flaws in others and virtues in himself, he will certainly encounter hindrances on the path of liberation…”
[Gadhadã II-26]