પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-12-2016, ધુલિયા
આજે સ્વામીશ્રી પોઢવા માટે પલંગ પર સરકીને પાછળ તરફ જતા હતા ત્યારે સંતોએ પૂછ્યું : ‘હવે કયા લોકમાં જવાના ?’
‘અક્ષરધામમાં...’ જાણે રોજનો ક્રમ હોય એટલી સહજતાથી સ્વામીશ્રીએ જણાવ્યું. પછી બે હાથનું લટકું કરીને કહ્યું : ‘અહીં પણ એ જ (અક્ષરધામ જ) છે ને !’
ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે “જે સાધુ એમ સમજતો હોય જે, ‘મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે... અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી... અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું...”
આવી સમજણ સ્વામીશ્રીમાં છે. તેથી જ તેઓનાં દર્શને સૌને ભગવાનનાં દર્શનનો આનંદ અને અનુભવ થાય છે.
Vachanamrut Gems
Loyã-1:
The Sin of Maligning the Sant
"One who harbours an aversion towards the Sant is unable to become pure by any form of atonement. In fact, release from the sins of lust and other vices is possible, but release from the sin of maligning the Sant is not possible…"
[Loyã-1]