પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-8-2010, બોચાસણ
એક યુવકનો પરદેશથી ફોન આવ્યો. સ્વામીશ્રીને વાત કરતાં કહ્યું : ‘એક છોકરી સાથે મારે પ્રેમ છે, લગ્ન કરવાં છે, પણ છોકરીનાં માતા-પિતા છોકરીનાં લગ્ન બીજે ગોઠવવા માગે છે.’ વળી, જ્ઞાન આપતાં એ કહે : ‘પ્રેમલગ્ન કરવાનાં હોય એમાં જ્ઞાતિનું ઓછું જોવાનું હોય ? બરોબર છે ને ? જ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો નાત પણ ક્યાં છે અને જાત પણ ક્યાં છે ?’
આ સાંભળીને સ્વામીશ્રી હસી પડ્યા અને એને કહ્યું : ‘તું તો મોટો જ્ઞાની છે.’ આટલું કહીને સ્વામીશ્રી એને રમૂજ કરતાં કરતાં કહે : ‘તું જ્ઞાની છે તો હું પણ જ્ઞાની છું. તો મારી વાત સાંભળ કે રાજીખુશીથી થતું હોય તો કરવું. છોકરીની ઇચ્છા હશે તો તારી સાથે કરશે, બાકી માતા-પિતાને રાજી કરીને કરજે.’
એ યુવક કહે : ‘તમે એનાં (છોકરીનાં) માતા-પિતાને સમજાવો ને !’
સ્વામીશ્રી કહે : ‘જો, અમે તો સાધુ છીએ. અમારે એમને આ રીતે ન સમજાવાય, પણ છોકરી જ એનાં માતા-પિતાને સમજાવે એવું બળ આપ.’
એ યુવક કહે : ‘પણ હું એને પ્રેમ કરું છું, તો પછી લગ્ન કરીને એને દુઃખી તો નહીં કરું ને !’
સ્વામીશ્રી કહે : ‘તને એની સાથે પ્રેમ છે, એ તું જાણે છે, પણ એનાં મા-બાપને તારી ઉપર પ્રેમ થયો છે ? એ વાત વિચાર. તારે ઉતાવળ શું છે ? જો છોકરીની હૃદયથી ઇચ્છા હશે તો એનાં માતા-પિતાને સમજાવશે.’
Vachanamrut Gems
Gadhadã II-36:
Continuously Engaging in the Form of God due to Fear
“… If extreme fear of birth, death, narak and the cycle of births and deaths exists in a person’s heart, he continuously engages his vrutti on the form of God due to fear.”
[Gadhadã II-36]