પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-12-2016, ધુલિયા
પત્રલેખન દરમ્યાન સેવામાં સાથે રહેતા એક યુવક રોશને આજે સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપ બાળક હતા ત્યારે કોઈની સાથે ઝઘડો કે બોલાબોલી જેવું કાંઈ થયેલું ?’
‘ના, ક્યારેય નહીં. એકેય વખત એવું બન્યું નથી. બધા મારી સાથે મિત્ર થતા.’ સ્વામીશ્રી બોલ્યા.
સ્વામીશ્રીની આવી મિલનસાર પ્રકૃતિથી અભિભૂત એ યુવકે આગળ પૂછ્યું : ‘આપ ઠાકોરજીનાં દર્શન કરતા હો ત્યારે કયો વિચાર કરો છો ?’
આ સાંભળી સ્વામીશ્રી ભાવથી બોલ્યા : ‘ભગવાને આપણા ઉપર બહુ દયા કરી છે. આપણને ભવ્ય યોગ આપ્યો છે. (તેનો) આભારવિધિ (Thanksgiving) કરું. દર્શન કરતી વખતે eye contact (નેત્ર દ્વારા સંપર્ક) રાખું છું. દૃષ્ટિ પરોવીને દર્શન કરું છું. તે (eye contact) થાય તો બીજે વૃત્તિ ન જાય.’
આમ, ભગવાનનાં અને ગુરુનાં દર્શનની આદર્શ રીત સ્વામીશ્રીએ પોતાના મિષે શીખવી દીધી.
Vachanamrut Gems
Loyã-1:
The Only Remedy for Perceiving Flaws in the Sant
"On the other hand, when he intensely perceives virtues in that Sant, then if that Sant has been hurt in any way, he would please him with absolute humility. If this type of thought remains in a person's heart, then even if he has perceived flaws in the Sant, they would still be overcome, and he would not fall from Satsang. Apart from that, there is no other remedy; that is the only remedy."
[Loyã-1]