પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-12-2016, નવસારી
ધુલિયા તરફ ગતિ કરી રહેલી સ્વામીશ્રીની ગાડીની આગળ એક બસ જતી હતી. તેની છેલ્લી સીટમાં શાળાનો ગણવેશ પહેરેલાં બે નાનાં બાળકો બેઠાં હતાં. તેઓ છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતાં હશે એવું અનુમાન લગાવી શકાય. બસના પાછળના મોટા કાચમાંથી સ્વામીશ્રીને જોઈને તે બંને સીટ પર ઢીંચણે બેસી ગયા અને સ્વામીશ્રીની સામે ને સામે જોવા લાગ્યા.
સ્વામીશ્રીએ પણ તેઓને દૃષ્ટિમાં લીધા. તેઓ પણ જમણો હાથ હલાવીને તે બાળકોને પ્રતિભાવ આપવા લાગ્યા. ઢળતા સૂર્યના તાપને કારણે બસના કાચમાંથી રિફ્લેક્શન આવતું હતું. તેથી એક બાળક તો બારીમાંથી મોં કાઢીને સ્વામીશ્રીને નીરખવા લાગ્યો. સ્વામીશ્રી પણ હવે બંને હાથ હલાવીને લાભ આપવા લાગ્યા.
તે જોઈ સંતોએ પૂછ્યું : ‘આપની દૃષ્ટિ આમના પર પડી એટલે આમનું કલ્યાણ થઈ ગયું ને ?’
‘હા.’ સ્વામીશ્રી બોલ્યા. ‘એનાં દર્શન-સ્પર્શ જે કરશે રે, તે તો ભવજળ પાર ઉતરશે રે...’ એ શ્રીજી-વચનની સાર્થકતા તેઓના હકારમાં હતી.
Vachanamrut Gems
Loyã-1:
Highest Level of Vairagya
"Now, if a person with the highest level of vairãgya were to come across women and other worldly objects even in solitude, he would not be enticed. Such a person can be considered to be one with the highest level of vairãgya."
[Loyã-1]