પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-8-2010, બોચાસણ
જૂનાગઢ પંથકના મેંદરડા ગામના સરપંચ દિનેશભાઈ દર્શને આવ્યા. સત્સંગમાં આવતાં પહેલાં તેઓ દારૂના અઠંગ વ્યસની અને વેપારી હતા. ટ્રકો ભરીને દારૂ તેઓએ વેચ્યો હતો, પરંતુ સ્વામીશ્રીની પ્રતિભાથી આકર્ષાઈને આ ધંધો મૂકી દેવાના સંકલ્પ સાથે વ્યસન છોડવા તેઓ ઠેઠ બોચાસણ સુધી આવ્યા હતા.
સ્વામીશ્રીને જ્યારે આ વાત કરી ત્યારે સ્વામીશ્રી પણ ઉત્સાહમાં આવીને તેઓને બે વખત ધબ્બા આપતાં કહે : ‘બહુ સારો સંકલ્પ છે. ભગવાન તમને ખૂબ સુખી કરશે. એમ જ સમજજો કે ભગવાને તમને ઉગાર્યા છે. હવે ફરીથી આ પાપમાં પડવું નથી કે કોઈને પાડવા નથી. માટે મૂક્યું એટલે મૂક્યું. હવે શિરસાટાની વાત રાખજો.’
આમ, કહીને વર્તમાન ધરાવીને સ્વામીશ્રીએ તેઓને શ્રીજીમહારાજના આશ્રિત કર્યા અને સાથે સાથે સમાજમાં પ્રવર્તી રહેલી બદી ઉપર પ્રેમથી નાકાબંધી લાદી.
Vachanamrut Gems
Gadhadã II-24:
The Perishable, and The Imperishable
“… With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable…”
[Gadhadã II-24]