પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-8-2010, બોચાસણ
એક હરિભક્ત ખૂબ મોટા ઉદ્યોગપતિ છે. તેઓ સત્સંગી હોવા છતાં વરસો પહેલાં બધું જ કાર્ય તાંત્રિકને પૂછી પૂછીને કરતા હતા અને એને કારણે તાંત્રિક કરોડોપતિ થઈ ગયો હતો. સ્વામીશ્રીને આ વાતનો ખ્યાલ આવતાં સ્વામીશ્રીએ એક વખત બોલાવીને આશરા અને નિષ્ઠાની તેઓને ખૂબ જ દૃઢતા કરાવી. એને કારણે તેઓએ બધી જ તાંત્રિક વિધિઓ મૂકી દીધી. આજે સ્વામીશ્રીને તેઓ કહે : ‘તાંત્રિક વિધિ મૂક્યા પછી ધંધો ડબલ થઈ ગયો.’
સ્વામીશ્રીએ તેઓના ગળામાં હાથ ફેરવતાં કહ્યું : ‘આ કંઠી છે એ સોનાનાં... સોનાનાં... સોનાનાં... સોનાનાં... ઘરેણાં કરતાં પણ મોટાંમાં મોટું ઘરેણું છે.’
Vachanamrut Gems
Vartãl-10:
When God is not Manifest on this Earth - Go to the Sant
“However, when God is not manifest on this earth, one should seek the refuge of the Sant who has the realisation of God – because the jiva can also attain liberation through him…”
[Vartãl-10]