પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-1-2010, નડિયાદ
સ્વામીશ્રીની એક એક ક્ષણ સત્સંગ માટે સમર્પિત છે. તેઓની અંગત ક્રિયાઓ વખતે પણ આધ્યાત્મિક ગ્રંથો કે સત્સંગ સંબંધી સાહિત્યનું શ્રવણ થતું રહે છે. ટ્રેડમીલ ઉપર ભ્રમણ કરતી વખતે પણ સ્વામીશ્રી સત્સંગ-પ્રવૃત્તિનો ચિતાર મેળવતા રહે છે. અથવા તો સત્સંગ-સંબંધી નવાં પ્રકાશનોનું શ્રવણ કરતા રહે છે. એક એક ક્ષણનો આ રીતે સ્વામીશ્રી સત્સંગ અર્થે ઉપયોગ કરી લે છે. આટલી વિરાટ સંસ્થાની જવાબદારી સંભાળતા તેઓ પ્રત્યેક ક્રિયામાં ક્યારેય ભારેખમ અનુભવાતા નથી, સદાય હળવા જ અનુભવાય છે.
આજે પણ ટ્રેડમીલ ઉપર ભ્રમણ ચાલી રહ્યું હતું. વાર્તાલાપ દરમ્યાન અમિતયશ સ્વામીએ નડિયાદની ભૌગોલિક રચનાનો ચિતાર આપ્યો ત્યારે જૂનાં જોડકણાંને જોડતાં સ્વામીશ્રી બોલી ઊઠ્યા :
‘નડિયાદ ગામની નવ ભાગોળ.
એક એક ભાગોળે નવ નવ વડ.
એક એક વડ ઉપર નવ નવ ડાળી.
એક એક ડાળી ઉપર નવ નવ શિકાં.
એક એક શિકામાં નવ નવ શેર ઘી.
બોલો ! એ ઘી કેટલું થયું ?’
અનેક વરસો સુધી અનેક ગામોમાં વિચરણ કર્યું હોવાથી જે તે ગામની તાસીર અને તસવીર તથા જે તે ગામની પ્રકૃતિનું સ્વામીશ્રીને તલસ્પર્શી જ્ઞાન છે.
Vachanamrut Gems
Gadhadã II-5:
God's Devotees Should Not Side with Non-believers
"… One who does side with a non-believer will himself, either in this life or in the next, definitely become a non-believer as well. Therefore, a devotee of God should certainly side with God's devotees and forsake the side of non-believers. Please imbibe this discourse of Mine extremely firmly."
[Gadhadã II-5]