પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી ભોજનકક્ષમાં ...
સ્વામીશ્રી ભોજનકક્ષમાં ઠાકોરજી જમાડવા વિરાજ્યા એ દરમ્યાન મોરબી ક્ષેત્રના કાર્યકરોનો રિપોર્ટ અપાતો હતો. હરિસ્મરણ સ્વામી આ ક્ષેત્રના કાર્યકરોની કેટલીક વિશેષતાની વાત કરતાં કહે, 'રાજેશભાઈધ્રાંગધરિયાને દિલ્હી અક્ષરધામ મહોત્સવ પ્રસંગે સેવામાં આવવાનું હતું. વ્યવસ્થાપકોને તેઓની આર્થિક સ્થિતિનો ખ્યાલ ન હતો, એટલે આવવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ વ્યાજે દશ હજાર રૂપિયા લઈને સેવામાં આવ્યા. આવી તેમની નિષ્ઠા હતી.
એ જ રીતે ગિરીશભાઈ સરવરિયા પણ ઘરનું ફ્રીજ વેચીને દિલ્હી સેવામાં આવ્યા હતા. પોતે સોપારીનો ચૂરો કરવાનો સામાન્ય ધંધો કરે છે, છતાં મોરબી મંદિર નિર્માણમાં ગજા ઉપરાંતની સેવા કરી છે.
નરેન્દ્રભાઈ મોરબીનો મોટામાં મોટો ઇલેક્ટ્રિક સ્ટોર્સ ચલાવે છે, છતાં રાત્રે ૨-૦૦ વાગે પણ નાનીમોટી કોઈ પણ સેવા હોય તો તેઓઉત્સાહથી કરે છે.
મહેન્દ્રસિંહ જાડેજા પોલીસ વિભાગના ચીફ એકાઉન્ટન્ટ છે. તેઓ ધારે તો લાખો રૂપિયાની કટકી કરી શકે, પણ આજ સુધી એક પણ પૈસો લાંચમાં લીધો નથી. આવી દૃઢતાવાળા છે.'