પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-12-2016, નવસારી
આજે પ્રાતઃપૂજાના અંત ભાગમાં ગુરુપરંપરાનાં જન્મસ્થાનોને વણી લેતી ધૂન ઝિલાવવામાં આવી હતી. તેમાં સ્વામીશ્રીના ગામ તરીકે જબલપુરનો ઉલ્લેખ કર્યો હતો. તેના સંદર્ભમાં અલ્પાહાર દરમ્યાન સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘જન્મસ્થાનની રીતે તો આપ જબલપુરવાળા કહેવાઓ. પણ કેટલાક આપને આણંદવાળા કહે છે અને એ રીતે ધૂન પણ ઝિલાવે છે. તો આપને ક્યાંના કહેવા ? જબલપુરના કે આણંદના ?’
‘અક્ષરધામના.’ સ્વામીશ્રી મર્માળું હસતાં હસતાં બોલ્યા.
શ્રીજીમહારાજે કહ્યું છે કે ‘આ સાધુ (ગુણાતીત સંત) અને આ નિયમ અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ.’ સ્વામીશ્રીએ પણ આજે એ જ વાતમાં સંમતિ પુરાવી હતી.
Vachanamrut Gems
Kãriyãni-11:
The Characteristic of Affection
"Therefore, the characteristic of affection is exactly this: One who has true affection for a person acts according to the person's wishes. If he realises his beloved to be pleased by his staying nearby, then he stays nearby. On the other hand, if he realises his beloved to be pleased by his staying away, then he stays away; but in no way does he behave contrary to his beloved's wish. That is the characteristic of affection…"
[Kãriyãni-11]