પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2016, સેલવાસ
આજે સેલવાસના સૌ સત્સંગીઓનું સ્વાગત સ્વીકારી સ્વામીશ્રી સભામંડપમાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે ચંપલ પહેરતી વખતે સ્નેહમૂર્તિદાસ સ્વામીએ તેઓને ટેકો આપ્યો અને વાત કરી કે “સ્વામી ! મેં સ્વામીબાપાને પ્રાર્થના કરી હતી કે ‘આપ મારો હાથ પકડી રાખજો.’ ત્યારે તેઓએ કહ્યું હતું : ‘હું તો પકડી રાખીશ, તું ન છોડતો...’ આજે આપને પણ મારે એ જ પ્રાર્થના કરવી છે કે ‘આપ મારો હાથ પકડી રાખજો.”
એ સંત દ્વારા આમ વિનંતી થઈ રહેલી ત્યારે સ્વામીશ્રીએ સ્નેહમૂર્તિદાસ સ્વામીનો હાથ પકડેલો જ હતો. તેઓની વાત સાંભળી તે પકડ વધુ સજ્જડ કરતાં કહ્યું : ‘સ્વામીબાપા ગયા નથી, હું પણ પકડી રાખીશ. પણ તમે ન છોડતા.’
‘બાંય ગ્રહી છોડો નહીં ગિરિધર, અવિચળ ટેક તમારી રે...’ એ બિરુદ સ્વામીશ્રીને અદલોઅદલ લાગુ પડે તેવું છે.
Vachanamrut Gems
Loyã-2:
Realisation of One Who is Wise
"… So, one who is wise realises, 'God appears like a human, but, in fact, He is the cause of all and the creator of all; He is all-powerful.' "
[Loyã-2]