પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-11-2016, બોચાસણ
આજે સવારે અલ્પાહાર બાદ બાળશિબિરના સાંજના કાર્યક્રમની રૂપરેખા બતાવવા માટે સંતો સ્વામીશ્રીના ઓરડામાં આવ્યા હતા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું : ‘આજની સભામાં આખા વર્ષમાં આવતા મુખ્ય 13 ઉત્સવો આપની હાજરીમાં ઊજવવાના છે. તેમાં એક ઉત્સવ મૂર્તિપ્રતિષ્ઠાનો પ્રતીકોત્સવ છે.’
તે સાંભળી સ્વામીશ્રી ત્યારે જ પોતાના હાથમાં અંજનશલાકા ગ્રહણ કરીને ઓરડામાં ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોની છાતી પર સ્પર્શ કરાવવા લાગ્યા - જાણે હૃદયમંદિરમાં પ્રતિષ્ઠા કરતા ન હોય !
તે જોઈ સંતોએ પૂછ્યું : ‘સંતો-ભક્તોની છાતી પર અંજનશલાકાનો સ્પર્શ કરાવતી વખતે આપ શું વિચારતા હતા ?’
‘યોગીબાપા.’ સ્વામીશ્રી બોલ્યા.
‘એટલે ?’
‘અમારામાં રહેલા યોગીબાપા તમારામાં મૂકતા હતા.’ સ્વામીશ્રીએ જણાવ્યું.
આ સાંભળનાર સૌ તેઓના સામર્થ્ય અને કૃપાથી ગદ્ગદિત થઈ ગયા.
Vachanamrut Gems
Loyã-5:
A Solid Foundation in Satsang
Then Shriji Mahãrãj asked, "Whose foundation in Satsang becomes solid and whose does not?"
Again, the paramhansas could not answer.
So Shriji Mahãrãj replied, "Just as Dattãtreya imbibed the virtues of the five bhuts, the moon, various animals, a prostitute, a virgin, his own body and others, similarly, only if a person has the disposition of imbibing the virtues of a sãdhu does his foundation in Satsang become solid. If a person does not have such a disposition, then even though he remains in Satsang, his foundation is not firm."
[Loyã-5]