પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-7-2010, દિલ્હી
અહીંના ગુજરાતી સમાજના પ્રમુખ દિલીપભાઈ ધોળકિયા તથા કિશોરસિંહ વગેરે હોદ્દેદારો દર્શને આવ્યા હતા. તેઓને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. તેઓ કહે : ‘છેલ્લાં નવ વર્ષથી સમાજમાં ઇલેક્શન જેવું રાખ્યું જ નથી. સિલેક્શનથી જ પ્રમુખ નિમાય છે.’
સ્વામીશ્રી આ સાંભળીને કહે : ‘બહુ જ સારામાં સારું. એમાં વિકાસ થશે. બાકી ઇલેક્શનમાં તો સૌ સૌના વિચારો જુદા પડે અને વિરોધ થાય, એટલે સંપ ન રહે અને વિકાસ ન રહે.’
Vachanamrut Gems
Gadhadã II-60:
Suffering of Other Devotees Distresses a True Devotee
“… Thus, only an outcast or a non-believer would not feel hurt when a devotee of God encounters some sort of misery, but a devotee of God would definitely become distressed by the suffering of other devotees.”
[Gadhadã II-60]