પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૮૨
મોમ્બાસા, તા. ૧-૫-'૭૦
અહીં શ્રી રતિલાલ નામના નવા મુમુક્ષુને સ્વામીશ્રીએ વર્તમાન ધરાવી સત્સંગી કર્યા. મંદિરમાં-સભામાં તેમને સ્વામીશ્રીની મૂર્તિમાં હમેશાં શ્રી કૃષ્ણનાં દર્શન થતાં.
તેઓ ઠાકોરજીનાં પાનબીડાં માટે હમેશાં નાગરવેલના પાન લાવતા. એમને એમ કે ભગવાનને ધરાવીને સ્વામીશ્રી તથા સંતો પાનબીડાં જમતા હશે પછી એમને ખબર પડી કે સ્વામીશ્રી અને સંતો તો પાનબીડાં લેતા નથી. તેઓ નિરાશ થઈ ગયા. તેમની તીવ્ર ઇચ્છા હતી કે એમનું પાન સ્વામીશ્રી તો જમે જ. સ્વામીશ્રીને તો તેઓ કંઈ કહી શક્યા નહિ. એ અરસામાં અહીંના એક વૈદ્ય સ્વામીશ્રીની દવા કરતા હતા. એમણે સ્વામીશ્રીને શક્તિની ગોળીઓ આપી જે નાગરવેલના પાન સાથે લેવાની હતી. સ્વામીશ્રીએ તે ગોળી પાન સાથે પાંચ દિવસ સુધી લીધી. અને એ ભક્તનો સંકલ્પ પૂરો કર્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-60:
One Should Not Consider all Sãdhus to be Equal
“… Similarly, if a person in this world believes, ‘As far as I am concerned, all sãdhus are equal. Who is good and who is bad?’ – then even if he is considered to be a satsangi, he should be known to be a non-believer…”