પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-7-2010, દિલ્હી
મંદિર ઉપર જ્યારે સ્વામીશ્રી પધાર્યા ત્યારે અમદાવાદના મહેશભાઈ વૈદ્ય પખાવજ સાથે અહીંની ઓચ્છવિયા મંડળીને સાથે રાખીને ઉત્સવ કરી રહ્યા હતા. તેઓ બોલતા હતા : ‘દિલ્હીમાં આવતા શોભતા રે, થાય છે બહુ ઉકળાટ રે, કેસરિયા વરસાદ હવે પાડો રે.’ તેઓની આ મર્મ વિનંતી સાંભળીને સ્વામીશ્રીએ પણ દૃષ્ટિ કરીને તેઓને સંમતિ આપી અને ત્યારપછી વરસાદ માટેની ધૂન શરૂ થઈ.
સ્વામીશ્રી દર્શન કરીને ઘુમ્મટમાં પધાર્યા. એ વખતે સૌ ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... વરસાદ પાડો’ એ રીતે ધૂન બોલતા હતા. સ્વામીશ્રી સહસા બોલી ઊઠ્યા : ‘હવે પડશે.’
સ્વામીશ્રીની આર્ષવાણી સાચી પડી હોય એમ આજે સવારથી જ દક્ષિણ ગુજરાત અને ઠેઠ મધ્ય ગુજરાત - આણંદ સુધી ત્રણ-ચાર કલાક જોરદાર વરસાદ પડ્યો હતો અને સાંજે તો અમદાવાદથી માંડીને ઉત્તર ગુજરાત ને આબુ સુધી અને રાત્રે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો હતો.
Vachanamrut Gems
Gadhadã II-62:
Vital Inclinations
“If, however, one does not have intense love for God, one should strengthen only ãtmã-realisation by thought. Why? Because a devotee of God should either possess resolute ãtmã-realisation or extremely profound love for God. If a person is not firm in either one of these two inclinations, he should strictly abide by the niyams of this Satsang; only then will he be able to remain a satsangi, otherwise he will fall from Satsang.”
[Gadhadã II-62]