પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2010, દિલ્હી
સ્વામીશ્રીનાં દર્શને પંજાબ નેશનલ બૅન્કના ચૅરમૅન કામથ સાહેબ આવ્યા હતા. તેઓની સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહન તથા શ્રીનાગેશ, જનરલ મૅનેજર ખન્ના તથા બ્રાન્ચ મૅનેજર સિંગ અને ગુપ્તા દર્શને આવ્યા હતા.
ચૅરમૅનને સ્વામીશ્રી કહે : ‘જગત માટે તો ટાઇમ કાઢવો જ પડે છે, વહેવારમાં ટાઇમ કાઢીએ જ છીએ. ભગવાન માટે સમય કાઢવો સારો છે. એનાથી શાંતિ થાય અને સફળતા મળે.’
શ્રી કામથ કહે : ‘मैं यहाँ फैमिलि के साथ आया था। चार घंटों तक यहीं रूका था। इतना अच्छा लगा, जो प्रेशर था वो रीलिझ हो गया। तीन-चार घंटों के लिए कोई प्रेशर रहा नहीं। यहाँ आके जगत भूल गया।’
તેઓના એક અન્ય આૅફિસર કહે : “હું પણ અહીં આવ્યો હતો. મારી દીકરી આ જોઈને મને કહે કે લોકો ભારતમાં બીજાં સ્થાનને ‘વન્ડર આૅફ ધ વર્લ્ડ’ કેમ કહે છે ? આ મંદિરને ‘વન્ડર આૅફ ધ વર્લ્ડ’ કહેવું જોઈએ.”
Vachanamrut Gems
Gadhadã II-46:
Receding From the Spiritual Path Pains the Satpurush
After the singing concluded, Shriji Mahãrãj said, “A Satpurush living in this world is not pleased or pained upon seeing the worldly progress or regress of a person. However, when someone’s mind recedes from the path of God, he does become grieved. After all, life is so short; and if a person’s afterlife is ruined, it would indeed be a great loss for that person.”
[Gadhadã II-46]