પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૮૦
મોમ્બાસા, તા. ૩૦-૪-'૭૦
બપોરે ૧-૩૦
શ્રી હર્ષદભાઈએ છાપાની પૂર્તિમાં નીલકંઠ વણી લોજની વાવ ઉપર પધાર્યા એ પ્રસંગ વાંચી સંભળાવ્યો. ખૂબ રસપૂર્વક સ્વામીશ્રીએ એ સાંભળ્યો. પછી પોતાના ઓરડામાં આરામ કરવા પધાર્યા ને સેવકોને સંબોધીને કહે :
'શાસ્ત્રીજી મહારાજ સાથે અમે પંચતીર્થીમાં ગયા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે તે જગ્યા અમને બતાવી હતી. અમે પૂછ્યું, 'શ્રીજીમહારાજ કેમ બેઠા હતા ?' શાસ્ત્રીજી મહારાજે તે પ્રમાણે ત્યાં બેસી બતાવ્યું...'
આમ વાત કરતા, સ્વામીશ્રી પણ આસન ઉપર એ પ્રમાણે બેઠા.
'બાપા, અમને તો શ્રીજીમહારાજનાં દર્શન અહીં થઈ ગયાં,' યુવકોએ આનંદમાં આવી કહ્યું.
'ક્યાં શ્રીજીમહારજ ને ક્યાં આપણે ?'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-29:
Developing Deep Attachment to God Develop?
Then Muktãnand Swãmi asked, “How does such deep attachment towards God develop?” Shriji Maharaj replied, “Either due to very strong sanskars from past lives, or by serving and thus pleasing the Sant who has such firm attachment with God - these two methods help create deep attachment towards God. Besides these, there are no other methods.”
[Gadhadã II-29 ]