પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2010, દિલ્હી
કૉંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અહમદ પટેલ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓની સાથે તેઓના
સુપુત્ર ફૈઝલ તથા ‘માઇક્રો ઇન્ક’વાળા વાપીના ફિરોઝ બીલખિયા તથા તેઓના સેક્રેટરી મહાજનજી ને ભરૂચ ખાતેના તેઓના પી.એ. યુનુસભાઈ ને સિકન્દરાબાદવાળા ઘનશ્યામભાઈ પણ હતા.
અહમદભાઈ કહે : ‘મને તો એમ કે આપ બે દિવસમાં જતા રહેવાના છો. મને જો ખબર હોત કે દસ-પંદર દિવસ હજી રોકાવાના છો, તો નિરાંતે વધુ સમય લઈને આવત.’
સ્વામીશ્રી આ સાંભળીને કહે : ‘અમે તો કદાચ હોઈએ, પણ તમે અચાનક બહાર જતા રહો તો રહી જાય ને ! એટલે ધર્મના કામમાં શીઘ્રમ્ કરવું, જલદી કરવું.’
સ્વામીશ્રીની બૌદ્ધિક ચપળતા અને વિવેક આ ઉંમરે પણ કેટલાં અદ્ભુત છે !
Vachanamrut Gems
Gadhadã II-37:
Taking Advice Positively
“… Therefore, regardless of how much God or the Satpurush insults him for the purpose of eradicating his swabhãvs, and regardless of the harsh words they may utter – a person who wishes to eradicate his innate natures should not feel hurt in any way and should consider only the virtues of the person advising him. If one behaves in this manner, then that nature, which otherwise could not be eradicated in any way, is eradicated.”
[Gadhadã II-37]