પ્રેરણા પરિમલ
આપણે આપણો ધર્મ બજાવવાનો...
સ્વામીશ્રી સાંજે અક્ષરદેરીએ દર્શન કરવા જતા હતા. રાયણ નીચે ઊભેલા બદલપુરના હરિભક્તોને જોઈને સ્વામીશ્રી ઊભા રહ્યા ને કહ્યું, 'દરબારો! કેમ છે ?'
'અમને તો સારું છે, પણ બાપા આપને કેમ છે? આપની તબિયત જોવા આવ્યા છીએ.' આટલું કહેતાં જ હરિભાઈદરબાર કહે, 'આપે રોગ કેમ ધારણ કર્યો?'
'કરવો પડે ને.' સ્વામીશ્રી એકદમ સ્વસ્તાથી બોલી ઊઠ્યા. થોડીવાર પછી કહે, 'મહારાજની ઇચ્છાથી રોગ આવે છે, ને જાય છે. શરીર તો રોગનું ઘર છે. તમારે ઘરે મહેમાન આવે તો તરત પાછા કાઢી મૂકો છો? બે દિવસ તો રાખવા પડે ને ! એ એનો ધર્મ બજાવે ને આપણે આપણો ધર્મ બજાવવાનો.'
સ્વામીશ્રીની સાંખ્યવૃત્તિનો ને કર્તાપણાનો ભાવ સૌને સહજતાથી અનુભવાયો.
Vachanamrut Gems
Vartãl-2:
Necessities for Pleasing God
“… Therefore, God is only pleased upon one who realises God to possess a definite form and to be the creator, sustainer and destroyer of the cosmos.”
[Vartãl-2]