પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-7-2010, દિલ્હી
એસ્સાર ગ્રૂપના માલિક રવિ રુઇયાના સસરા અને એલ.એમ.એલ. સ્કૂટર ઉદ્યોગના માલિક બાલકૃષ્ણ શ્રિયા દર્શને આવ્યા હતા. તેઓનાં ધર્મપત્ની અત્યંત બીમાર હતાં ત્યારે સારવાર કરવા માટે તેઓને અમેરિકા લઈ ગયા હતા. એ વખતે આપણા સંનિષ્ઠ યુવક સી. જે. પટેલે સ્વામીશ્રીની આજ્ઞાથી ખૂબ સેવા કરી હતી. સ્વામીશ્રીએ પણ એ વખતે બાલકૃષ્ણભાઈને આશીર્વાદ આપ્યા હતા કે ‘આપનાં પત્નીની આવરદા વધી જશે.’ ડૉક્ટરોએ 6 મહિના જ આયુષ્ય કહ્યું હતું, પરંતુ સ્વામીશ્રીના આશીર્વાદથી સાત વર્ષ તેઓ જીવ્યાં.
સ્વામીશ્રીનો આ દિવ્ય અનુગ્રહ તેઓના જીવમાં છે અને એટલે જ સંતો જ્યારે જ્યારે તેઓના શહેરમાં જાય ત્યારે ખાસ બધી જ રીતે તેઓ સહકાર આપતા રહ્યા છે. આજે સ્વામીશ્રીનાં દર્શને આવેલા તેઓએ ભક્તિ વધતી રહે તેવા આશીર્વાદ માગ્યા. સ્વામીશ્રી પ્રસન્ન થયા.
Vachanamrut Gems
Gadhadã II-25:
What Extremely Pleases God?
Then Swayamprakãshãnand Swãmi asked, “Mahãrãj, by which means is God extremely pleased?”
Shriji Maharaj replied, "If a devotee who once had only 20 kilograms of grains in his house were to attain the sovereignty of a village, or the sovereignty of five villages, or the sovereignty of 50 villages or the sovereignty of 100 villages, or even the sovereignty of the entire earth; and if, after this, he remains just as loving and humble with the sant as he previously was when he was poor and submissive; and if he remains just as humble even if he were to attain the kingdom of Indralok and Brahmalok, then God would be extremely pleased upon him."
[Gadhadã II-25]