પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-11-2016, રાજકોટ-લીંબડી
આજે પત્રવાંચન દરમિયાન વડોદરાના એક હરિભક્તનો પત્ર આવ્યો હતો. તેમનાં પત્નીના ગર્ભમાં બાળક ઊંધું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ‘11મી તારીખ સુધીમાં સીધું ન થાય તો સિઝેરિયન કરાવવું પડશે.’ તેથી તેમણે પત્ર દ્વારા આશીર્વાદ માગ્યા હતા કે ‘બાળક સીધું થઈ જાય.’
પણ ક્રમાનુસાર એ પત્ર આજે આવ્યો હતો અને 11મી તારીખ આજે જ હતી. તેથી ‘હવે શું કરવું ?’ તેની અવઢવમાં સૌ પડ્યા. તેનો રસ્તો કાઢતાં શ્રુતિપ્રિયદાસ સ્વામીએ પૂછ્યું : ‘સ્વામી ! ફોન દ્વારા આશીર્વાદ આપી દઈએ ?’
સ્વામીશ્રીએ ‘હા’ પાડી. તેથી ફોન જોડ્યો. પણ ત્યારે તે હરિભક્તે કહ્યું : ‘જે દિવસથી પત્ર લખ્યો તે જ દિવસથી ગર્ભમાં ઇચ્છનીય ફેરફાર થવા માંડ્યો હતો અને અત્યારે બધું જ બરાબર છે.’
આ સાંભળતાંવેંત સ્વામીશ્રી પણ બોલ્યા : ‘મારા મનમાં હતું જ કે સીધું થઈ જ ગયું હશે !’
આ સાંભળી સૌ દંગ રહી ગયા.
શ્રુતિપ્રિયદાસ સ્વામીએ તો પૂછ્યું : ‘સ્વામી ! સમય-સંજોગો પ્રમાણે અમે પત્ર આપ સુધી પહોંચાડી
ન શકીએ તોય હરિભક્ત પત્ર લખે ત્યારથી જ તેમનો સંકલ્પ પૂરો થવા માંડે ?’
‘હા.’ સ્વામીશ્રી ટૂંકમાં પણ ખોંખારીને બોલ્યા.
તેઓના આ હકારમાં સૌ સત્સંગીઓ માટે અપૂર્વ હૈયાધારણ રહેલી છે.
Vachanamrut Gems
Kãriyãni-9:
A Devotee of God Never Finds Faults in Another Devotee of God
Then Muktãnand Swãmi asked a question: "Mahãrãj, it may be the case that a devotee of God finds a fault in some other devotee, and due to that, he develops spite for that devotee. How can one eradicate the perception of that flaw?"
Shriji Mahãrãj replied, "A person who possesses the bhakti of God in his heart and realises the greatness of God would never find a fault in a devotee of God, and he would never develop a spiteful obstinacy towards a devotee of God…"
[Kãriyãni-9]