પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2010, દિલ્હી
આજે સવારે ડૉ. નિકુલે સ્વામીશ્રીનું બ્લડ લીધું હતું. એક વખત સોય ઘુસાડી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. આવું પહેલી જ વખત થયું હતું. બીજી વખત પ્રયત્ન કરીને લીધું. એ અનુસંધાનમાં ડૉ. નિકુલ કહે : ‘બાપા ! માફ કરજો. બે વાર આપને તકલીફ આપી.’
સ્વામીશ્રી કાંઈ જ ન બન્યું હોય એવા તદ્દન સહજ ભાવમાં કહે : ‘हमको कुछ दुःख नहीं है, हरख-शोक नहीं है, इस शरीर में कितनी सोइ लगाई थी और लगाई है और यहाँ भी चीर डाला है (पेट) और यहाँ भी चीर डाला है (छाती)। मत गभराना।’
સ્વામીશ્રીનાં આવાં બળભર્યાં વાક્યોમાં જ નિકુલને પોતાનો ખેદ વીસરાઈ ગયો. સ્વામીશ્રીની આ જ તો વિશેષતા છે.
એક સંતે કહ્યું : ‘નિકુલ એમ કહે છે કે આપે ખાવાનું બહુ ઓછું કરી નાખ્યું, એટલે હવે નાડી પકડાતી નથી. માટે થોડું થોડું વધારે ખાવ.’
સ્વામીશ્રી કહે : ‘એ તો ભગવાનના હાથમાં છે.’
સ્વામીશ્રી આત્મારૂપે વર્તે છે, એટલે કોઈપણ સ્થિતિમાં બ્રહ્મપણાનો આનંદ સહેજ પણ ઓછો થતો નથી.
Vachanamrut Gems
Gadhadã II-61:
Great amongst all Renunciates
“… Moreover, a renunciant who, despite encountering wealth and women in his travels to other regions, remains unaffected and continues to firmly adhere to all of his niyams, is considered to be great amongst all renunciants.”
[Gadhadã II-61]