પ્રેરણા પરિમલ
૮૬ વર્ષે સ્વામીશ્રીનો ભક્તિસભર આગ્રહ
તા. ૦૮-૦૨-૨૦૦૭, રાજકોટ
વિદાય વેળાએ પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીનાં દર્શને પધાર્યા હતા. તબિયતને લક્ષમાં લઈને ડૉક્ટરોએ તેઓને દંડવત્ કરવાની ના પાડી છે. પરંતુ આજે સ્વામીશ્રીએ ઠાકોરજીને દંડવત્ કરવાની ખાસ ઇચ્છા વ્યક્ત કરી. સૌએ સમજાવ્યા. પરંતુ સ્વામીશ્રી કહે : 'વાંધો નહીં આવે, કરી લઈએ. ધીરે રહીને કરીશું.' અને સ્વામીશ્રીએ દંડવત્ કર્યા જ. ૮૬ વર્ષે સ્વામીશ્રીનો ભક્તિસભર આગ્રહ જોઈને સૌ નતમસ્તક થઈ ગયા.
Vachanamrut Gems
Gadhadã II-32:
Without the Bhakti of God
“… Without the bhakti of God, though, vairãgya, ãtmã-realisation and dharma alone are not capable of allowing the jiva to transcend mãyã…”
[Gadhadã II-32]