પ્રેરણા પરિમલ
પ્રમુખસ્વામી મહારાજની રુચિ
(૨૮-૯-૦૭)
આજે સ્વામીશ્રીએ એક યુવકને નમ્રતાનો પાઠ ભણાવતાં કહ્યું, 'જ્યારે ઠાકોરજી પાસે આવીએ ત્યારે દંડવત્ કરવા. આ યાદ રાખવું. સંતો મળે તો નીચે નમીને પંચાંગ પ્રણામ કરવા ને હરિભક્તોને હાથ જોડીને જય સ્વામિનારાયણ કરવા. આ આપણો વિવેક છે. ભગવાનની આજ્ઞા છે. ભલે બીજે બધે ટટ્ટાર રહીએ, પણ અહીં તો નિર્માનીપણે જ રહેવું જોઈએ.' સ્વામીશ્રીએ વિવેકનો પાઠ શિખવાડ્યો. હમણાં હમણાં સ્વામીશ્રી આ વાતોને વિશેષ દૃઢાવતા રહે છે. અમેરિકામાં દરેક બાળક તથા કિશોરમાં આ પ્રકારનો વિવેક સ્વામીશ્રીએ જોયો. કારણ કે ત્યાં દરેક બાળક-કિશોર અને યુવકો જે જે સંતો મળે એ સૌને પંચાંગ પ્રણામ કરીને 'જય સ્વામિનારાયણ' કહેતા હતા. આ જોઈને આવી વિધિ પ્રત્યેક સ્થળે પ્રવર્તે એવી રુચિ સ્વામીશ્રીએ દર્શાવી. અને એ રીતે અહીં પણ આ ક્રમ શરૂ થયો.
Vachanamrut Gems
Vartãl-1:
Conviction of God's From is Nirvikalp Samadhi
“… In the same manner, regardless of whether a person has controlled his prãns or not, if he has a firm conviction of the manifest form of Shri Krishna Bhagwãn – without any form of doubts whatsoever – then he has attained nirvikalp samãdhi.”
[Vartãl-1]