પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-12-2016, સાંકરી
આજે અલ્પાહાર પૂર્ણ કરીને સ્વામીશ્રી નિજકક્ષમાં પ્રવેશતા હતા ત્યારે તેઓએ દરવાજાની નીચેની હૂક જેવી સ્ટોપર જાતે જ જમણા પગના અંગૂઠા અને પહેલી આંગળીથી ઉપર કરી દીધી, કારણ કે તે સહેજ બહારની તરફ હતી. તેથી સ્વામીશ્રીને વિચાર આવેલો કે ‘પાછળ આવતા કદાચ કોઈનો પગ અથડાય ને વાગે તો ?’
તેઓની આ ચેષ્ટા સૌને સમજાવી ગઈ કે ‘સ્વામીશ્રી પગલે પગલે આપણી ચિંતા કરે છે. આપણા માર્ગમાં આવતાં વિઘ્નોને તેઓ દૂર કરતા જાય છે. જો એમના પગલે ચાલીએ તો કોઈ વિઘ્ન નડી શકે તેમ નથી.’
Vachanamrut Gems
Loyã-1:
Method of Overcoming Lust, Anger, etc.
Then Nityãnand Swãmi asked, "What is the method for overcoming the enemies of lust, anger, etc.?"
Shriji Mahãrãj replied, "Lust and those other enemies are overcome only if one remains alert to mercilessly punish them…"
[Loyã-1]