પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-12-2016, સુરત
આજે પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીની સભામાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે,
“પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી જ આ ‘સ્વામિનારાયણ નગર’ રચાયું છે. તેમાં રચાયેલાં મંદિર અને પ્રદર્શનોમાંથી ઘણા બધા લોકોએ પ્રેરણા મેળવી અંતર્દૃષ્ટિ કરી છે, નૈતિકતાના પાઠો શીખ્યા છે. આ બધું દિવ્ય અને ભવ્ય છે, એમાં કોઈ શંકા જ નથી. મને તો અહીં રજેરજમાં દિવ્યતા અનુભવાય છે. આટલું બધું દિવ્ય કાર્ય સ્વામીબાપાનું છે.
પ્રમુખસ્વામી મહારાજના અંતરમાં ભગવાન સિવાય કાંઈ નહોતું. રૂંવાડે રૂંવાડે શ્રીજીમહારાજ સિવાય કાંઈ જ ન મળે. તેમના એક-એક ગુણની અંદર બીજા કેટલાય ગુણો સમાઈ જાય. તેમનામાં રહેલા અલૌકિક-દિવ્ય ગુણોનું વર્ણન થઈ શકે તેમ નથી. આ સાક્ષાત્ ભગવાનના ગુણો છે. ભગવાનના ગુણ ધારણ કરવા એમાં બધું જ આવી જાય. તેઓ ગુણની સાક્ષાત્ મૂર્તિ હતા. એને લીધે આ હજારો સ્વયંસેવકો, સંતો તૈયાર થયા છે. સ્વામીબાપા માત્ર છ ધોરણ ભણેલા હતા, પણ કેટલું બધું કાર્ય કર્યું ! તેનું કારણ હતું - શુદ્ધ હૃદય. પ્રમુખસ્વામી મહારાજ સંપ્રદાય પૂરતા સીમિત નથી રહ્યા, આખી દુનિયામાં વ્યાપક રહ્યા છે. તેમનામાં બધા ગુણો જન્મજાત હતા. શાસ્ત્રીજી મહારાજે વાત કરી હતી - ‘અમારું કાર્ય ચાલુ રહેશે.’ એ ખરેખર ચાલુ જ રહેશે. એટલે એ રીતે ભગવાન પ્રગટ જ છે.
સ્વામીબાપા કહેતા : ‘બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું.’ બધાં શાસ્ત્રોનો આ નિચોડ છે. સ્વામીબાપા ખાલી આ બોલ્યા નથી, પળેપળ, રાત-દિવસ જીવ્યા છે. એ જ ભાવનાથી કાર્ય કર્યું છે.
આ મહોત્સવમાં અહીં આપણે જોયું, એકદમ સંપેલું વાતાવરણ. એકબીજાને મદદ કરવાની ભાવના. કઠિનાઈઓમાં પણ હસીને બધાએ કાર્ય કર્યું છે. આ રીતે વિશ્વમાં, દેશમાં, સમાજમાં, કુટુંબ-પરિવારમાં શાંતિ રહે એ રીતે પ્રમુખસ્વામી મહારાજે કાર્ય કર્યું છે.”
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Spiritual Discourses with Faith and Love
Thereafter, Shriji Mahãrãj said, "Regardless of how lustful, angry, greedy or lewd a person may be, if he listens to these types of discourses with faith and love, all of his flaws would be eradicated…"
[Kãriyãni-12]