પ્રેરણા પરિમલ
પરિસ્થિતિ પામનારા
એક ગામમાં વિચરણ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ ઘરમાં પધાર્યા. ઘર નાનું હતું અને રસોડામાં થઈને અંદરના ઓરડામાં જવાનું હતું. સ્વામીશ્રી જેવા પધાર્યા કે તરત જેના ઘરમાં પધરામણી હતી એ નવા સત્સંગીભાઈએ ઉતાવળા ઉતાવળા આગળ જઈને રસોડામાં રોટલા ઘડતાં પોતાનાં પત્નીને બીજા ઓરડામાં જવાનું કહ્યું. તાવડી પર શેકાતો રોટલો એમ ને એમ મૂકી એ બહેન બહાર નીકળી ગયાં.
સ્વામીશ્રી રસોડામાંથી પસાર થયા અને જોયું કે રોટલો બળે છે. તરત જ નીચા નમી તાવેતાથી રોટલો ફેરવી નાખ્યો અને અંદરના ઓરડામાં પધાર્યા. રોટલો બળતો બચી ગયો. સાથે સાથે એ બહેનનું દઝાતું હૈયું પણ બચી ગયું. સ્વામીશ્રી જેવા મહાપુરુષ આમ દાઝતો રોટલો ફેરવી નાંખશે, એવી તો કલ્પનાય ક્યાંથી હોય ? અને એ બહેનને મનમાં તિરસ્કાર હતો, એ ભક્તિભાવમાં પલટાઈ ગયો.
Vachanamrut Gems
Gadhadã II-21:
God - The Inspirer of Everything
“In fact, it is God who is the inspirer of everything – of place, time, karma and mãyã. It is He Himself who allows the factors of place, time, etc., to be predominant. Thus, they are all dependent upon God – just as the shishumãr chakra is dependent on the support of the Dhruv star; and just as all the subjects of a kingdom are dependent on their king…”
[Gadhadã II-21]