પ્રેરણા પરિમલ
ચલો ચલે હમ અક્ષરધામ...
તા. ૧૩-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ સુદ ૬, બુધવાર, દિલ્હી
... બ્રહ્મવિહારી સ્વામી : 'અમારા કોઈમાં કોઈ જ આવડત નથી. કેવળ આપ જ સૌને શીખવો છો. શક્તિ આપો છો અને કાર્ય કરો છો.'
અક્ષરપ્રેમ સ્વામી : 'આપના નામે પથ્થર તરે એવું છે.'
સ્વામીશ્રી મંદ હાસ્ય સાથે મહારાજની મૂર્તિ સામે જોઈને કહે : 'બધો એમનો પ્રતાપ છે. એમના બળથી થાય છે. એમના બળે જ થાય છે. કર્તા પણ એમને માનવા, એ આપણો સિદ્ધાંત છે.'
'પણ બાપા ! નિષ્ફળ થવાય ત્યારે એવું મનાતું નથી.' પરમતત્ત્વ સ્વામીએ કહ્યું.
'એ જ આપણો સિદ્ધાંત છે.' આગળ વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું : 'સફળતા મળે તો પણ એ (મહારાજ), નિષ્ફળતા મળે તો પણ એ અને હકીકતમાં તો ભગવાન આપણને નિષ્ફળતા આપે જ નહીં. કદાચ નિષ્ફળતા હોય એમાં પણ સફળતા જ છે. કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય તો જ કાર્ય ન થાય. ભગવાન રક્ષા કરે, પણ (મરક મરક હસતાં હથેળીમાં આંગળીને રમાડતાં રમાડતાં) નિષ્ફળતામાં સફળતા માનવી એ ખૂબ જ અઘરું છે.' આટલું કહેતાં વાતને ફરીથી પુનરાવર્તિત કરતાં કહે : 'ખૂબ જ અઘરું છે. આપણને એમ થાય કે હું નિષ્ફળ ગયો તો મારી આબરૂનું શું ? લોકો શું કહેશે ? એમાં મૂંઝાઈ જાય અને પડતું મૂકે, પણ ભગવાન જ કર્તાહર્તા છે.'
Vachanamrut Gems
Gadhadã II-1:
Consequence of Attachment to Vishays
"… When the chitt is attracted to vishays such as sounds, touch, etc., no matter how intelligent one may be, one's buddhi becomes unstable and one becomes like an animal. Thus, infatuation is generated due to attachment to the vishays."
[Gadhadã II-1]