પ્રેરણા પરિમલ
ભોજનવેળાએ...
તા. ૪ જૂન, ૨૦૦૭, મોમ્બાસા
ભોજનવેળાએ 'સ્વામિનારાયણ પ્રકાશ'ના વાચન દરમ્યાન પારિવારિક એકતા અને કૌટુંબિક મૂલ્યોની વાત નીકળતાં અક્ષરવત્સલ સ્વામી કહે, 'આ વખતની અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં એક ઉમેદવારે એવો મુદ્દો બનાવ્યો છે કે અમે પારિવારિક એકતા વધે એવા પ્રયત્નો કરીશું.'
સ્વામીશ્રીએ તરત જ પૂછ્યું 'શું પ્રયત્ન કરશે?'
અક્ષરવત્સલ સ્વામી કહેઃ'એ તો ચૂંટણીનો મુદ્દો છે, પણ શું કરશે એની બહુ વાત ન હતી.'
'એવું કોઈકામ કર્યું છે?'
'ના, ખાલી વાતો.' હરિ(ડલાસ)એ કહ્યું.
સ્વામીશ્રી કહે :'વાતો જ છે, મત માટે. જ્યાં સુધી માણસમાં આધ્યાત્મિકતા નહીં આવે ત્યાં સુધી કૌટુંબિક ભાવના પણ નહીં આવે. ગમે એવા કાયદા કરશે તોય નહીં આવે. પોતાના ઘરમાં ન હોય, ત્યાં સુધી બીજાને શું આપી શકે ?'
મહેન્દ્રભાઈ બૅરિસ્ટર કહે :'સરકાર બહુ બહુ તો એવો કાયદો કરે કે સંયુક્ત કુટુંબનો ટેક્સ ઓછો રાખે, વિભક્ત કુટુંબનો વધારે રાખે.'
સ્વામીશ્રી કહે :'ટેક્સ ઓછો કરવાથી શું? મન ભેગા કર્યાં? ટેક્સ ઓછો થશે એટલે પૈસા બચશે તો ઊલટું વધારે મોજશોખ કરશે. મન ભેગાં કરવાં આધ્યાત્મિકતા જોઈએ.'
Vachanamrut Gems
Gadhadã II-45:
All Should Remain Vigilant
“… But I do not wish to allow any affection for anything except God to remain. For this reason, then, all of the devotees and munis should remain vigilant.”
[Gadhadã II-45]