પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-12-2016, સુરત
પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવ નિમિત્તે યોજાયેલા ‘સ્વામિનારાયણ નગર’ના પ્રદર્શન ખંડોમાં સેવા આપનાર કેટલાક ખ્યાતનામ કલાકારો આજે સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરવા આવ્યા હતા. તેમાં એક હતા - સન 2016માં ટી.વી. સીરિયલોના ક્ષેત્રે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવોર્ડ પ્રાપ્ત કરનારા શ્રી અરવિંદ બબ્બલ.
તેઓ છેલ્લાં 35 વર્ષથી દિવસની 45 સિગારેટ પીતા હતા. તેઓને આ વ્યસનની લત એવી વળગેલી કે એક વાર તેમને પૉલેન્ડ જવાનું હતું. તે માટે 13 કલાકની સીધી ફ્લાઇટ મળતી હતી, પણ એમ કરતાં 13 કલાક સિગારેટનો વિરહ સહન કરવો પડે, જે તેમને મંજૂર નહોતું. તેથી તેમણે દર બે કલાકે 2-3 સિગારેટનો કશ લઈ લેવા માટે કનેક્ટિંગ ફ્લાઇટ લીધી હતી. આ રીતે તેઓ 36 કલાકે પૉલેન્ડ પહોંચેલા. ત્યાંથી પાછા વળતાં એવું જ કરવું હતું. પણ ખબર પડી કે મોસ્કોમાં ઍરપોર્ટ પર ધૂમ્રપાનની સખત મનાઈ છે. કોઈ પકડાય તો 1 લાખ 20 હજાર રૂપિયાનો ભારે દંડ છે. છતાં આ અરવિંદભાઈએ નક્કી કરેલું કે ‘સિગારેટ તો પીવી પડશે જ. જો પકડાઈ જઈએ ને દંડ ભરવો પડે તો ભરી દઈશું.’
આવા અઠંગ વ્યસની તેઓ પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવમાં યોજાયેલ ‘મુક્તાનંદ’ પ્રદર્શનની સેવા નિમિત્તે સંતોના સંપર્કમાં આવેલા. તેઓ દ્વારા જ આજે સ્વામીશ્રીનાં દર્શન કરવા આવી પહોંચેલા.
અહીં આવતાં પહેલાં સંતોએ તેઓને વ્યસન છોડવા વાત કરેલી. આ વાત તેઓના ગળે ઊતરે તેમ જ નહોતી. તેથી તેઓ એટલું તો નક્કી કરીને જ આવ્યા હતા કે ‘45 નહીં પણ દિવસની 10 સિગારેટ તો પીવી જ પડશે.’
પરંતુ સ્વામીશ્રીનાં દર્શન થતાં જ સ્વામીશ્રીની આંખોમાંથી નીકળતા પ્રેમપ્રવાહ અને સ્પર્શે તેઓ પર જાદુ કર્યો. સ્વામીશ્રી તેમની વાત સાંભળીને આંખોમાં આંખો પરોવી બે હાથ ઘસીને એટલું જ બોલ્યા : ‘ગયું...’
બસ, આ બે જ શબ્દોથી તેમનું 35 વર્ષનું વ્યસન એક ઝાટકે ગયું ! તેમની આંખોમાંથી શ્રવણ-ભાદરવો વરસવા લાગ્યો. ગદ્ગદ કંઠે તેઓ બોલ્યા : ‘मैं इस अभिशाप से मुक्त हो गया। बरसों पहले मैंने मेरे पिता गवाएँ थे। और आज जब महंत स्वामी महाराज ने मेरा हाथ पकडा तब मुझे लगा कि मेरे पिताजी ने ही मेरा हाथ थामा है और मुझे आशीर्वाद दे रहे हैं।’
તેઓનું આ વ્યસન એવું તો ગયું કે થોડા દિવસ પછી એક યુવકના મોઢામાંથી સિગારેટનો ધુમાડો તેમના મુખ પર આવ્યો તો પણ અરવિંદભાઈને એલર્જી થઈ ગઈ !
તેઓએ આ પ્રસંગ બન્યાના થોડા દિવસ બાદ સ્વામીશ્રીને પત્ર લખીને પણ જણાવેલું કે ‘जय स्वामिनारायण। मैं और मेरा परिवार आपका बहुत आभारी हैं, बहुत आभारी हैं। बहुत सौभाग्यशाली हैं कि हमें आपका आशीर्वाद मिला। स्वामीजी ! मैं जीवनभर तम्बाकू से बनी किसी भी चीज को हाथ नहीं लगाउँगा, ये कसम मैंने आपके पहले दर्शन के समय खाई थी। स्वामीजी ! आपके आशीर्वाद से न तो जरा-सा भी मन करता है सिगारेट पीने का और न ही कोई तकलीफ हुई मुझे। दूसरों के भले में अपना भला है, इस सिद्धांत पर मैं और मेरा पूरा परिवार चल सके ऐसे आशीर्वाद की अपेक्षा है।
सादर चरणस्पर्श, एक नया हरिभक्त, अरविंद बब्बल।’
સૌ ‘પારસના સમ છે સંતોની કાયા, લોઢું કંચન થઈ જાય...’નો સાક્ષાત્ અનુભવ સ્વામીશ્રીમાં કરી રહ્યા.
Vachanamrut Gems
Loyã-4:
God's Appearance in Different Brahmãnds
Thereupon Akhandãnand Swãmi asked Shriji Mahãrãj, "There are countless millions of brahmãnds. In those brahmãnds, does the form of God appear the same as the form in this brahmãnd at this present time, or not?"
Shriji Mahãrãj replied, "God always resides in His Akshardhãm. From the countless Pradhãn-Purush pairs that evolve from mahãmãyã, countless millions of brahmãnds evolve. Then, for the sake of His devotees, while still residing at one location in His Akshardhãm, and by His own wish, that God appears in countless forms in the countless millions of brahmãnds."
[Loyã-4]