પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-7-2010, દિલ્હી
યુ.એસ.એ.થી ડૉ. મહેન્દ્રભાઈ તથા તેઓના બે ભાઈઓ મધુસૂદનભાઈ અને ભરતભાઈ દર્શને આવ્યા હતા. મધુસૂદનભાઈનો એકનો એક સુપુત્ર અક્ષર અકાળે યુવાવસ્થામાં અક્ષરનિવાસી થયો હતો, પરંતુ તેઓ તથા તેઓના પરિવારે જે અનન્ય નિષ્ઠાથી દૃઢતા રાખી હતી એ સત્સંગીઓ અને સૌ માટે પ્રેરણારૂપ હતી. અક્ષરના ધામમાં ગયા પછી મધુસૂદનભાઈ પહેલી જ વખત સ્વામીશ્રીને મળી રહ્યા હતા. સ્વામીશ્રી સમક્ષ આવતાં જ તેઓ બળથી બોલ્યા : ‘જેના ગુરુ અક્ષર હોય એ અક્ષરરૂપ કરે અને અક્ષરધામમાં લઈ જાય.’
સ્વામીશ્રી કહે : ‘અક્ષર અક્ષરધામમાં બેસી જ ગયો છે.’