પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-7-2010, દિલ્હી
ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ગંગાપ્રસાદજી બિરલાજીના સુપુત્ર ચંદ્રકાન્તભાઈ બિરલા આજે દર્શને આવ્યા હતા. વરસો સુધી હિન્દુસ્તાન મોટર્સ દ્વારા એમ્બેસેડર ગાડીનું નિર્માણ કરીને ભારતના કાર-ઉદ્યોગમાં એકચક્રી શાસન કરનારા બિરલા ગ્રુપના તેઓ વારસ છે અને અત્યારે પણ હિન્દુસ્તાન મોટર્સ સહિત અનેક ધંધાઓનું સામ્રાજ્ય તેઓનું છે. સામાજિક અને આધ્યાત્મિક સેવા રૂપે હિન્દુ મંદિરોનું નિર્માણ તેઓ કરી રહ્યા છે, અનેક સ્કૂલો પણ કરી રહ્યા છે. તેઓ સ્વામીશ્રીને કહે : ‘आपने इस अक्षरधाम का निर्माण करके बहुत बड़ी सेवा की। अक्षरधाम के कारण, आज सब जगह हिन्दू धर्म का जय जयकार हो रहा है। बाकी आजकल लोग धरम के नाम पर डरते हैं और पीछे हो जाते हैं।’
સ્વામીશ્રી કહે : ‘भगवान के लिए जो हो सके वो करना चाहिए, और समाज और गरीबों के लिए भी युनिवर्सिटी, होस्पिटल सब बनाना चाहिए।’
તેઓએ પોતાના પરિવાર દ્વારા આવાં સત્કાર્યો થતાં જ રહે તેવા આશીર્વાદ સ્વામીશ્રી પાસે માગ્યા.
Vachanamrut Gems
Gadhadã II-59:
For One's Liberation One should Not Hold a Grudge Against a Bhakta of God
“Moreover, even if one’s wife, son or other family members are unworthy, and even if they are immoral and vile, in no way would one perceive flaws in them. Conversely, even if the Bhakta of God possesses every noble virtue, if he were to utter even a few harsh words, then one would hold a grudge against him for as long as one lives. If a person has such an attitude, then in no way can he be said to have as much affection for the Bhakta of God as he does for his relatives. Consequently, he would not attain liberation.”
[Gadhadã II-59]