પ્રેરણા પરિમલ
આમ, વ્યસની સન્માર્ગે વળ્યો
અમદાવાદનો એક યુવાન હેરોઈનથી માંડીને જાતજાતનાં કેફી દ્રવ્યોની ચુંગાલમાં ફસાયેલો હતો. એ યુવાન પ્રમુખસ્વામી મહારાજને ઈ.સ. ૧૯૮૭માં મુંબઈમાં મળ્યો. સ્વામીશ્રીએ આ વળગણમાંથી છોડાવવા બે વરસ સુધી સતત પ્રયત્નો કર્યા. બે વર્ષ પછી એ સારંગપુર ગયો ત્યારે જાણવા મળ્યું કે એ ડ્રગ્સમાંથી તો છૂટ્યો પણ એને અફીણનું વળગણ શરૂ થયું હતું. સાથે મેન્ડ્રેક્સની ગોળીઓ પણ લેવાની શરૂ કરી હતી. ૧૯૮૯માં અમદાવાદમાં સ્વામીશ્રીએ અડધો કલાક પાસે બેસારીને તેને વાતો કરેલી. છતાં આમ થયું હતું. એ પછી તો ૧૯૯૦માં એ સારંગપુર આવ્યો ત્યારે સ્વામીશ્રીએ એને મંદિરમાં જ રોકી રાખ્યો. સાથેનું અફીણ ફેંકાવી દીધું.
પ્રથમ ચાર દિવસ તો એની હાલત જોઈને ભલભલાને દયા આવે. ખાય નહીં. રાત્રે પગ પછાડે. હવાતિયાં મારે. તરફડે. ઊંઘ તો શાની આવે ? સ્વામીશ્રીએ પણ મક્કમ રહી ખૂબ બળ આપ્યું. એનું મન મક્કમ થઈ ગયું. ખાવાનું ભાવવા લાગ્યું. ઊંઘ આવવા લાગી. હજુ છાના છાના બીડી પી લેતો હતો. એણે સ્વામીશ્રી પાસે એ કબૂલ્યું અને કહ્યું : 'ત્રણ પીઉં છું.... હવે બે પીશ.' સ્વામીશ્રી કહે, 'હવે બેનીય શી જરૂર છે ? એ પાપ કાઢ. હવે બહુ તલપ લાગે તો કોઠારમાંથી લવિંગ લઈ લેજે...' એમ કહીને સ્વામીશ્રી એને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પાસે લઈ ગયા. અને કહ્યું : 'અહીં પગે લાગ. પ્રાર્થના કર... આજથી બીડી પણ બંધ... લે આ ગુલાબ... બીડી પીવાનું મન થાય ત્યારે આ ગુલાબની પાંખડી ખાજે.'
આ યુવાન સન્માર્ગે વળે એ માટે સ્વામીશ્રીએ સતત ત્રણ વર્ષ સુધી એની સંભાળ લીધી.
Vachanamrut Gems
Gadhadã II-14:
One who is Nirgun
“… Regardless of whether he follows the path of nivrutti or the path of pravrutti, the sãdhu who has such an unshakeable conviction is still nirgun…”
[Gadhadã II-14]