પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-11-2016, રાજકોટ-લીંબડી
આજે મંગળા આરતી બાદ સ્વામીશ્રી બધે દર્શન કરીને લિફ્ટમાં નીચે પધારતા હતા, તે વખતે સ્વતઃ બોલવા લાગ્યા : ‘સંતો પગે લાગતા’તા તે બધા એક-એક યોદ્ધા જેવા છે. માયા સાથે બથ ભીડી છે.’
આ સાંભળી ધર્મવલ્લભદાસ સ્વામીએ પ્રાર્થના કરી કે ‘આશીર્વાદ આપો કે જીતી જવાય.’
‘બધા જ્વલંત વિજય મેળવશે.’ સ્વામીશ્રીએ બે હાથે લટકું કરીને કહ્યું. તેઓના આ શબ્દોમાંથી સૌને ગજબની હૂંફ-હિંમત મળી રહે એમ છે.
Vachanamrut Gems
Loyã-3:
A Devotee Attains the Abode of God
"Even if such a devotee were to die painfully, or if a tiger were to devour him, or if a snake were to bite him, or if a weapon were to strike him, or if he were to drown in water, or if he were to die in any other horrific way, still, a person having faith in God and His Sant coupled with the knowledge of their greatness would believe, 'A devotee of God never suffers from an adverse outcome; he will certainly attain the abode of God…"
[Loyã-3]