પ્રેરણા પરિમલ
'Now I feel proud to be Indian'
તા. ૧૯ જૂન, ૨૦૦૭, શિકાગો
મિલવૉકીમાં હિન્દુ મંદિર છે. એના પ્રમુખ હેમાંશુભાઈ પરીખને બે દીકરીઓ છે. આ બંને દીકરીઓને ટી.વી.નાં માધ્યમોને લીધે ભારત પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. તેઓ ભારતનું નામ સાંભળે ને નાકનું ટેરવું ચડાવતી હતી. ભારત જવા માટે બેમાંથી એકેય તૈયાર હતી નહીં. અને ક્યારેય હજી સુધી ગઈ પણ નથી, પરંતુ શિકાગો મંદિરે દર્શને આવી. મંદિરની કલાકૃતિ જોઈ. મંદિરનું પરિસર જોયું અને છેલ્લે જ્યારે પ્રદર્શન જોયું ત્યારે બંનેના પૂર્વગ્રહ ઓગળી ગયા. બંને ગદ્ગદ થઈ ગઈ અને તેઓનો અભિગમ બદલાઈ ગયો. તેઓએ લખ્યું, 'Now I feel proud to be Indian, મને ભારતીય હોવાનું ગૌરવ થયું છે. માતૃભૂમિ ઉપર મને પ્રેમ થયો છે. હવે મારી પહેલી ઇચ્છા એ છે કે ભારત જઈને માતૃભૂમિ ભારતનાં દર્શન કરવા છે.' પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો સર્જીને ભારતીયોમાં ભારત પ્રત્યે આદર જગાવ્યો છે, સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ જગાવ્યો છે.
Vachanamrut Gems
Vartãl-14 :
For Whom is There no Means for Redemption?
“… there are no means to be redeemed for one who has maligned the Satpurush…”
[Vartãl-14 ]