પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-12-2016, સુરત
બપોરનું ભોજન પૂર્ણ કરીને સ્વામીશ્રી શયનકક્ષમાં પધારવા માટે સંતો વચ્ચેથી હાથ જોડીને આગળ વધી રહેલા. અહીં મુખ્ય પ્રવેશદ્વારમાંથી પ્રવેશવા થોડું ફરીને આગળ જવું પડે તેમ હતું. તેથી સેવકોને વિચાર આવ્યો ને રૂમની વિશાળ બારીનો નિર્દેશ કરતાં સ્વામીશ્રીને જણાવ્યું કે ‘આ બારીમાંથી જતાં રહેવું છે ?’
સ્વામીશ્રીએ તરત જ ‘હા’ પાડી અને આજુબાજુ ઊભેલા સંતોની હર્ષ-કિલકારીઓ વચ્ચે તેઓ બારીમાંથી હસતાં હસતાં ઓરડામાં પ્રવેશ્યા. તેથી મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વામીશ્રીની પ્રતીક્ષા કરી રહેલા સંતો-ભક્તો ત્યાં દોડી આવ્યા. તેઓ પણ આ જોઈને ખૂબ આનંદમાં આવી ગયા. તેમાંના એક યુવકે સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપ આ ઘરમાં શોર્ટકટથી પ્રવેશ્યા તેમ અમને અક્ષરધામનો શોર્ટકટ બતાવો ને !’
‘સત્પુરુષ !’ સ્વામીશ્રી એક જ શબ્દમાં જવાબ આપતાં ઓરડામાં પધારી ગયા.
‘સંત સુકાની સાચે મળે તો, પાર પહોંચી જવાય...’ એ ભાવ તેઓના શબ્દોમાં ઘૂંટાતો હતો.
Vachanamrut Gems
Kãriyãni-12:
Destroying the Kãran Body
"This mãyã of the jiva, i.e., the kãran body, is attached so strongly to the jiva that they cannot be separated by any means whatsoever. However, if a person attains the company of the Sant, realises the form of God through the words of that Sant, meditates on that form of God and imbibes the words of God in his heart, then the kãran body attached to his jiva is burnt completely."
[Kãriyãni-12]