પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી ભોજન નહીં ભાવ જમે છે
અમદાવાદના એક હરિભક્તને એવો ભાવ કે મારા ઘરમાં જે કંઈ સાધન આવે તે સર્વ પ્રથમ મારા ગુરુદેવના ઉપયોગમાં આવવું જોઈએ. ૧૯૮૨નું વર્ષ અને જુલાઈ મહિનો. તે હરિભક્તે નવી ઘરઘંટી ખરીદી. અંતરનો ભાવ એમને કહેતો હતો : 'જો જો, હોં ! સૌ પ્રથમ પ્રમુખસ્વામી મહારાજને જમાડજો.' ભક્તે તો ભાવમાં ને ભાવમાં ઘઉંનો લોટ તૈયાર કર્યો. ઠાકોરજી અને સ્વામીશ્રીને થાળ માટે લોટ અર્પણ કર્યો. સેવક સંતોએ રોટલીઓ બનાવી, ઠાકોરજીને થાળ કર્યો. સ્વામીશ્રીએ રોટલી આરોગી. પેલા ભક્તના હૈયે ઉમંગ ઉભરાયો : 'નવી ઘંટીના લોટની રોટલી ! સ્વામીશ્રી જમ્યા ! મારાં ધન્ય ભાગ્ય !'
સ્વામીશ્રીના જમ્યા બાદ સંતો જમ્યા, ત્યારે ખબર પડી કે નવી ઘંટીના પ્રથમ દળણાના લોટની રોટલીઓ હોવાથી પુષ્કળ પ્રમાણમાં કરકર હતી. છતાં સ્વામીશ્રી તો એક પણ શબ્દ બોલ્યા નહોતા. અરે, તેમણે અણસાર પણ આવવા દીધો નહોતો. સ્વામીશ્રી ભોજન નહીં, ભાવ જમ્યા હતા.
Vachanamrut Gems
Gadhadã II-17:
God is Uninfluenced
“… Therefore, God is certainly not subject to change; He is absolutely uninfluenced.”
[Gadhadã II-17]