પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-12-2016, સુરત
આજે યજ્ઞના તૃતીય દિવસે યજ્ઞનો શુભારંભ કરી સ્વામીશ્રીએ યજ્ઞશાળામાંથી વિદાય લીધી. તેઓની ગાડીની આગળ અને પાછળ મોટરોની હારમાળા ચાલી રહી હતી. હજારો હરિભક્તો પણ હાથ જોડીને ભાવપૂર્વક એકચિત્તે દર્શન કરી રહ્યા હતા. પણ સ્વામીશ્રી આ માન-સન્માનથી તદ્દન નિર્લેપ જણાતા હતા.
તે સંદર્ભમાં સંતોએ પૃચ્છા કરતાં સ્વામીશ્રી બોલ્યા : “(આ બધું) ઠાકોરજીને લીધે જ છે. (મારી) જય બોલાય ત્યારે ‘ઠાકોરજી અને અક્ષરપુરુષોત્તમ મહારાજનું સન્માન છે’ એમ ધારીને છૂટા ! ડૉક્ટર સ્વામી વગેરે દંડવત કરે તો ઠાકોરજીને બાયપાસ કરી દઉં...! ભારે પડી જાય.”
આટલું કહી થોડાક વિરામ બાદ કહ્યું : ‘ભગતજી મહારાજ કહેતા - ‘આ બધા મારી પાછળ નથી ફરતા પણ મારામાં રહેલા સ્વામિનારાયણ ભગવાનની પાછળ ફરે છે...’
આ સહજ શબ્દો દ્વારા સ્વસ્વરૂપની સ્પષ્ટ ઓળખાણ કરાવીને તરત દાસત્વપણાનો દોર પકડતાં સ્વામીશ્રીએ કહ્યું કે ‘પા ટકાનોય ભાર નહીં, બધું મહારાજ પર. આપણે છૂટાના છૂટા.’
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ‘સંતને તો મોટપ ભગવાનની ઉપાસના ને ભક્તિ તે વડે છે. ને બીજું સંતને આત્મનિષ્ઠા છે તે મોટપે મોટપ છે...’ આ મોટપનું દર્શન આજે સૌ સ્વામીશ્રીમાં કરી રહ્યા.
Vachanamrut Gems
Loyã-2:
Complete Fulfilment and Overcoming the Fear of Death
"… In My mind, I feel that there are four types of devotees of God who no longer fear death and who feel completely fulfilled. These four types are: first, one who has faith; second, one with gnãn; third, one with courage; and fourth, one with affection. These four types of devotees do not fear death, and they feel fulfilled while still alive."
[Loyã-2]