પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-7-2010, દિલ્હી
દિલ્હી અક્ષરધામમાં નવા સાજ સજીને તૈયાર થયેલા અલંકૃત ગર્ભગૃહમાં વિરાજમાન મૂર્તિની પુનઃસ્થાપના નિમિત્તે જ સ્વામીશ્રી અહીં પધાર્યા હતા. આ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ પ્રતિષ્ઠાના આયોજનની ચર્ચાઓમાં સ્વામીશ્રી વધુ ને વધુ વ્યસ્ત થતા જતા હતા. ખાસ કરીને ઘુમ્મટમાં બેસનારા હરિભક્તોની બેઠક-વ્યવસ્થા અને દેશ-વિદેશથી આવતા હરિભક્તોના ઉતારાથી લઈને અનેકવિધ બાબતોની મિટિંગોમાં સ્વામીશ્રી વ્યસ્ત રહેતા. વળી, દિલ્હી રાજધાની હોવાને કારણે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહાનુભાવો પણ સ્વામીશ્રીનાં દર્શને અને મુલાકાત માટે સતત આવતા રહેતા હતા. આજે જ ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી શ્રી રમેશજી દર્શને આવ્યા હતા. આવી અતિ વ્યસ્તતા હતી, પરંતુ આ બધાની વચ્ચે પણ દેશ-દેશાવરથી નાના-મોટા હરિભક્તોના પત્રો આવ્યા હોય એને જવાબ આપવાનું સ્વામીશ્રી ચૂકતા નહીં. આજે પણ આદિવાસી ગામ નાનાપોંઢા ગામથી આવેલા શૈલેશભાઈ હળપતિના પત્ર માટે સ્વામીશ્રીએ સમય ફાળવ્યો. ખાસ તો ઘરની આજુબાજુમાં પાણી માટે બોર કરાવવાની ઇચ્છા હતી અને નિશાની કરી આપવા વિનંતી કરી હતી.
સ્વામીશ્રીએ પ્રેમથી એ નકશો જોયો અને બે-ત્રણ મિનિટ પછી કહે : ‘ઉત્તર દિશામાં બોર કરે.’
Vachanamrut Gems
Jetalpur-4:
Why do Mayik Gunas still Pervade Us?
“If again you may claim, ‘If we have a firm refuge of God, why do mãyik gunas still pervade us?’ Then let Me say that it takes Me no time at all to eradicate the six physical and emotional sensations and the mãyik gunas from all of you. In fact, it would take Me no time to enable all of you to recall your countless previous lives and to be able to perform the creation and other processes of countless brahmãnds. Nevertheless, I have kept you like this and have suppressed your powers because it is My wish to do so, and for the purpose of enabling you to attain the bliss of the manifest form of God. What is more, all of you have currently attained Shri Purushottam who is incarnate in the form of Shri Narnãrãyan Rishi. Therefore, relinquish all doubts and happily engage in worship.”
[Jetalpur-4]