પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-12-2016, સુરત
મહાયાગનો વિધિ સંપન્ન કરીને સ્વામીશ્રી ઉતારે પાછા પધારતા હતા ત્યારે ગાડીમાં તેઓની ચિત્રકળાની વાત નીકળી. તેના અનુસંધાનમાં સંતોએ પૂછ્યું : ‘આપ દિવાળીકાર્ડ પર કુદરતી સૌંદર્યનાં ચિત્રો દોરતા. તેવું મોટા કેનવાસ પર દોરેલું છે ?’
‘ના.’ આટલું કહી તેઓએ સ્વયં જ કુદરતી સૌંદર્યનાં ચિત્રો શા માટે દોરતાં તેની વાત કરતાં કહ્યું : ‘મહારાજની મૂર્તિ વગેરે પગમાં આવે ને અસ્તવ્યસ્ત થાય એટલે નો’તો દોરતો.’
‘આપને પેઇન્ટિંગ શીખવાની ઇચ્છા થઈ હતી ? આપ શીખ્યા’તા ?’
‘ના, એવું કાંઈ નહીં, ઇચ્છાય નહીં. સ્કૂલમાં (ચિત્રકામમાં) ફર્સ્ટ નંબર આવતો.’ પછી સ્વતઃ તેઓના ભણતરની વાત કરતાં કહ્યું : ‘ચોથો નંબર આવ્યો જ નથી. કલાસમાં જ બધું પતી જાય. પુસ્તકોય (વાંચવાની જરૂર) નહીં.’
‘સ્વામી ! આપે કોઈ કાર્ય કર્યું હોય ને યશ ન મળે તો આપને ક્યારેય અફસોસ થાય ?’
‘કોઈ દિવસ નહીં.’ આટલું કહી હસી પડતાં કહે : ‘પહેલેથી કોઈ મારા પર કાબૂ ન કરી શકે.’ પછી ઉમેર્યું કે ‘પણ યોગીબાપા મળ્યા ને એકદમ ચોંટી ગયો. એમની શોધમાં હતો. એ મળ્યા પછી બધું ગૌણ થઈ ગયું.’
આ સાંભળી સંતોએ પૂછ્યું : ‘સ્વામી ! કયારેય આપને ફરિયાદ કરવાનું મન થયું છે ?’
‘ના, કોઈ દિવસ નહીં.’ આટલું કહી થોડી વારે ઉમેર્યું : ‘આમ, નેચરલી(naturally) કુદરતી રીતે જ (ફરિયાદ કરવાનું) નહીં.’
ફરિયાદ અને અફસોસ વિનાનું કેવું દિવ્ય-ભવ્ય જીવન છે સ્વામીશ્રીનું !
Vachanamrut Gems
Loyã-3:
Characteristics of Faith Coupled with Knowledge
Thereupon Bhagwadãnand Swãmi and Shivãnand Swãmi asked Shriji Mahãrãj, "What are the characteristics of a person who has faith in God and His Sant coupled with the knowledge of their greatness?"
Shriji Mahãrãj replied, "What would a person who has faith in God and His Sant coupled with the knowledge of their greatness not do for the sake of God and His Sant? For them, he would renounce his family, renounce any fear of public ridicule, renounce a kingdom, renounce pleasures, renounce wealth, renounce his wife, and in the case of a woman, she would renounce her husband."
[Loyã-3]